અમદાવાદઃ સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ મુંબઈ સીબીઆઈ જજ એસ. જે. શર્મા ચલાવી રહ્યા છે. ત્રીજી નવેમ્બરે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજસ્થાનના ગેંગસ્ટર અને સોહરાબુદ્દીન - તુલસીના મિત્ર આઝમ ખાનની જુબાની લેવાઈ હતી. આઝમ ખાને જુબાનીમાં એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અને ભાજપી નેતા હરેન પંડ્યાની હત્યા માટે ડી. જી. વણઝારાએ સોહરાબુદ્દીનને સોપારી પણ આપી હતી. સોહરાબુદ્દીને હૈદરાબાદના કમિમુદ્દીન શાહિદને સાથે રાખીને હરેન પંડ્યાની હત્યાને અંજામ આપ્યો હતો. સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે, હરેન પંડ્યાની હત્યાની સોપારી વણઝારાએ આપી હતી.
ટિપ્પણી નહીંઃ વણઝારા
આ અંગે ડી. જી. વણઝારાએ કહ્યું કે, હાલ આ મુદ્દો સબજ્યુડિશ છે. કોર્ટમાં ચાલી રહી છે. તેના અંગે હું કોઈ પણ ટિપ્પણી કરું તે અયોગ્ય કહેવાશે.
આઝમ ખાને કોર્ટમાં શું કહ્યું છે તે અંગેની કોઈ શબ્દશઃ જાણકારી પણ મારી પાસે નથી.


