અમદાવાદ: નરોડા ગામ કેસમાં ૨૨મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં ૭ સ્વતંત્ર સાક્ષી એવા પોલીસ કોન્સ્ટેબલોની જુબાની અંગે સરકારી વકીલે દલીલો કરી હતી. જેમાં જોશીવાડા મુસ્લિમ મહોલ્લા પાસે ૧૦ હજાર હિન્દુઓના ટોળા સામે માત્ર ૪ પોલીસ કોન્ટેબલો ફરજ બજાવતા હતાં. તેમની પાસે માત્ર ૧૦ રાઉન્ડ ફાયર હતાં. તેમણે માગેલી વધુ પોલીસ ફોર્સ મળી હોત તો કૃત્ય સજાર્યુ ના હોત.

