એર ઇન્ડિયાની અમદાવાથી યુકે અને યુકેથી નેવાર્ક જતી ફ્લાઈટ સવારે ૭ વાગે ટેક ઓફ થતી હતી જેના બદલે હવેથી સવારે ૪.૫૫ વાગે ટેક ઓફ થશે. સમર શિડ્યૂલમાં એર ઇન્ડિયાએ ફેરફાર કરતાં તમામ એજન્ટો અને પેસેન્જરોને તેની જાણ કરી દેવામાં આવી હોવાનું એર પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. ૨૫ માર્ચથી આ નવું શિડ્યુલ લાગુ પડશે કે અમદાવાદથી યુકે અને યુકેથી નેવાર્કની ડાયરેક્ટ ફ્લાઈટ અમદાવાદથી બે કલાક વહેલી ટેક ઓફ કરવામાં આવશે.

