બાપુનગરમાં આવેલી આનંદપાર્ક સોસાયટીની રહીશ ૨૯ વર્ષીય કિંજલ બારોટના લગ્ન મે ૨૦૦૭માં નડિયાદના ભાજપના પૂર્વ કોર્પોરેટર ટીકેન્દ્ર બારોટના પુત્ર વિશ્રુત સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદ સાસરિયાએ કિંજલ પાસે રૂ. વીસ લાખના દહેજની કથિત રીતે માગ કરી હતી. આ ઉપરંત તેને સંતાન ન થતાં શારીરિક-માનસિક ત્રાસ અપાતો હતો. કિંજલે ૧૮મીએ ઝે પીને આપઘાતની કોશિશ પછી મામલો બહાર આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરાઈ હતી. કિંજલ તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિશ્રુત બ્યુટી પાર્લરમાં કામ કરતી કોઈ પૂર્વી નામની યુવતીને પણ ઘરે બોલાવતો હતો. જેથી દંપતી વચ્ચે અનેક વખત તકરાર થતી રહેતી હતી. આ ઉપરાંત દહેજ માટે વારંવાર દબાણ થતું અને બાળકોના જન્મ આપવા બાબતે પણ કિંજલને ત્રાસ અપાતો હતો. કિંજલની ફરિયાદના આધારે પૂર્વ કોર્પોરેટર અને પુત્રની ધરપકડ કરાઈ છે.
‘ઈવીએમમાંથી મતની રસીદ નીકળવી જોઈએઃ સરખેજ ગાંધીનગર હાઈવે પર એનસીપીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે સભામાં નોટબંધીની ટીકા કરી હતી. યુપીના પરિણામો બાદ ઇવીએમ મશીન અંગે પ્રજાની આશંકા મુદ્દે તેમણે કહ્યું કે, મતદારે કોને મત આપ્યો તેની રસીદ નીકળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ.

