15 ઓગસ્ટે સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરંગો લહેરાવાયો

સુરેશ અને ભાવના પટેલ Wednesday 23rd August 2023 05:41 EDT
 
 

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરગાને લહેરાવવાના સમારંભમાં હાજરી આપવા પહોંચી ગયા હતા.

સૌપ્રથમ તો મંદિરના કુશળ પૂજારીઓએ હિન્દુ ધર્મની વિધિ અનુસાર સંસ્કૃતમાં વેદિક મંત્રોચ્ચાર સાથે થાળીમાં મૂકાયેલા ભારતીય રાષ્ટ્રધ્વજની પુષ્પ, ચોખા અને કુમકુમ છાંટીને ‘પૂજા’ કરી હતી તેમજ દરેક ભક્તના મસ્તક પર તિલક અને જમણા હાથના કાંડા પર નાડાછડી બાંધીને મંદરિના દરેક દેવમૂર્તિઓ સમક્ષ ભારતની એકતા, મજબૂત આર્થિક વિકાસ, બાહ્ય આક્રણો સામે રક્ષણ, તેના નાગરિકોની સમૃદ્ધિ અને દીર્ઘાયુષ તેમજ આર્મી, નોકાદળ, વાયુદળ, બોર્ડર ,સિક્યુરિટી પોલીસ ફોર્સના જવાનો અને તેમના પરિવારો વર્ષના 24/7 365 દિવસો માટે સ્વાસ્થ્ય-કલ્યાણની પ્રાર્થના કરી આશીવાર્દ માગ્યા હતા જેથી ભારતના નાગરિકો સારી રીતે રાત્રે નિદ્રાધીન રહી શકે. પૂજારીઓએ આપણી કેનેડાની કર્મભૂમિ માટે આવી જ શુભેચ્છા વ્યક્ત કરી દરેક દેવમૂર્તિઓ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પછી ઉપસ્થિત રહેલા લોકો માતા ભારતી પ્રત્યે પોતાના પ્રેમ અને આદરને પ્રદર્શિત કરવા મંદિરથી ઢોલનગારા વગાડતા અને દેશભક્તિના ગીતો ગાતા સરઘસાકારે બહાર નીકળ્યા હતા. મંદિરની આગળ વલ્લભ ચોકમાં ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજને ફરકાવાયો હતો અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ સમયે વાસ્તવમાં દેશભક્તુનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બીજી તરફ, કુદરતે પણ આ કાર્યમાં સહકાર આપ્યો હતો અને વરસાદ વિના જ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

કેનેડાની ભૂમિમાં સૌપ્રથમ વખત 1 મે,2022ના ગુજરાત દિને મંદિરની સામે ઐતિહાસિક ઘટના સ્વરૂપે સરદાર પટેલના આદમ કદના પૂતળાના સ્થાપના કરાયા પછી આ સ્થળને વલ્લભ ચોક નામ અપાયું હતું.

જય હિન્દ, જય કેનેડા.

સુરેશ અને ભાવના પટેલ

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter