નવી દિલ્હી: હેકર્સે સમગ્ર દુનિયાના 48.7 કરોડ વોટ્સએપ યૂઝર્સનો ડેટા હેક કરીને તેને ઇન્ટરનેટ પર વેચાણ માટે મૂકી દીધો છે. તેમાં 61.62 લાખ ફેન નંબર ભારતીયોના છે.
આ ડેટામાં ફેન નંબર, દેશનું નામ અને એરિયા કોડ સામેલ છે. તમામ ડેટા એક્ટિવ ગ્રાહકોનો છે. 16 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરાયેલા ડેટામાં 84 દેશના નાગરિકોની માહિતી છે. આ દેશોના અનુસાર જ નંબરોની સિરીઝ બનાવીને તેનું વેચાણ કરાઇ રહ્યું છે. હેકરે સાથે જ સંદેશ લખ્યો હતોઃ આજે હું વોટ્સએપ યૂઝર્સનો ડેટા વેચી રહ્યો છું. આ 2022નો તાજેતરનો ડેટા છે. જો તમે તેને ખરીદશો તો તમને એક્ટિવ મોબાઇલ યૂઝર્સ મળશે.
84 દેશમાં સૌથી વધારે 4.48 કરોડ યૂઝર્સનો ડેટા ઇજિપ્તનો છે. તે બાદ ઇટલીના 3.56 કરોડ, અમેરિકાના 3.23 કરોડ, સાઉદી અરબના 2.88 કરોડ અને ફ્રાન્સના 1.98 કરોડ યૂઝર્સનો ડેટા સામેલ છે. હેક થયેલા યૂઝર્સની યાદીમાં ભારત 25મા સ્થાને છે.