નાઈરોબીઃ તાતા કેમિકલ્સે જણાવ્યું છે કે કેન્યાની હાઈ કોર્ટના ચુકાદા અનુસાર તાતા કેમિકલ્સ મગાડી લિમિટેડ (TCML) સંબંધિત વિવાદમાં તેનું કોઈ ન્યાયિક અધિકારક્ષેત્ર નથી અને આ બાબતે વધુ પગલાં લઈ શકે તેમ નથી. TCML કેન્યા હાઈ કોર્ટના 23 ઓક્ટોબર 2026ના ચુકાદાનો અભ્યાસ કરી રહેલ છે અને આગામી કાનૂની પગલાં વિશે વિચાર કરશે.
કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે તે TCML સંબંધિત રેગ્યુલેટરી મુદ્દાઓની સમીક્ષા કરવા કેન્યાની સરકાર સાથે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કમિટીનું ગઠન કરશે. કંપનીનું ઓપરેશન બંધ કરવા સરકારના આદેશ તરફ દોરી જતા મુદ્દાઓ ઉકેલવા તે ઈચ્છુક છે. કેન્યાના પ્રિન્સિપાલ સેક્રેટરી ફોર માઈનિંગ અને TCMLના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના વડપણ હેઠળની કમિટી વિસ્તૃત ટેકનિકલ સમીક્ષા હાથ ધરશે અને કેબિનેટ સેક્રેટરીને તેનો રિપોર્ટ સુપરત કરશે.


