અદાણી સામે આંગળી ચિંધામણ

Wednesday 01st February 2023 04:44 EST
 
 

મુંબઇઃ અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગે એક રિપોર્ટ રજૂ કરીને ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના આર્થિક વ્યવહારો સંદર્ભે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. હિન્ડેનબર્ગના 108 પાનના આ રિપોર્ટમાં 120 બિલિયન ડોલરના અદાણી ગ્રૂપના નાણાંકીય વ્યવહારોમાં કથિત ગેરરીતિ, કંપની અને તેના પ્રમોટર ફેમિલી દ્વારા કરાઇ રહેલી નાણાંની હેરફેર અંગે 88 જેટલા સવાલ ઉઠાવાયા છે.
બીજી તરફ, અદાણી ગ્રૂપે આ રિપોર્ટને તથ્યહીન અને બદઇરાદાપૂર્વકનો ગણાવીને કેટલાક સવાલોના જવાબ તો આપ્યા છે, પરંતુ હકીકત એ છે કે રોકાણકારોમાં ગભરાટનું વાતાવરણ છે. અદાણી ગ્રૂપના તમામ શેરોમાં ભારે વેચવાલીના પગલે કંપનીની માર્કેટ વેલ્યુમાં કડાકો બોલી ગયો છે. એક જ અઠવાડિયામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિનો આંકડો 35.5 બિલિયન ડોલર ઘટીને 84.4 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આ સાથે જ અદાણી વિશ્વના ટોપ-10 ધનાઢયોની યાદીમાંથી પણ બહાર ફેંકાઇ ગયા છે.
(વિશેષ અહેવાલ વાંચો પાન 16)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter