આતંકવાદ સામે લડવા નવો અધ્યાય શરૂઃ મોદી

Thursday 16th September 2021 06:24 EDT
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ૧૩મી બ્રિક્સ શિખર સમેલનનું નેતૃત્વ કરતાં બ્રિકસ દેશોને નવો મંત્ર આપ્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલા શિખર સંમેલનમાં હાજર રહેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારો, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બ્રિક્સ સંગઠનની અધ્યક્ષતા માટે ભારતે પસંદ કરેલી થીમ BRICS AT 15- Intra-BRICS Cooperative for Continuity, Consolidation and Consensus તેની પ્રાથમિકતા દર્શાવે છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં બ્રિક્સ સંગઠને આતંકવાદ વિરોધી યોજનાને સ્વીકારવાનો ઠરાવ પસાર કર્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સંસાધનોના સહિયારા ઉપયોગની સાથે આતંકવાદ સામે સાથે મળીને લડવા બ્રિક્સ દેશોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે આતંકવાદ વિરોધી યોજના શરૂ કરી છે. આ માટે અમે સહમત થઇને નવો અધ્યાય શરૂ કર્યો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે,વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી ૧૫ વર્ષમાં બ્રિક્સ વધુ સારા પરિણામ આપે તે આપણે સુનિશ્ચિત કરવું પડશે. કોરોના મહામારીની સ્થિતિ છતાં ૧૫૦ કરતાં વધુ બ્રિક્સની બેઠક અને કાર્યક્રમ યોજાયાં છે.
તેમાંથી ૨૦ બેઠક પ્રધાન સ્તરની હતી. અમે બ્રિક્સના એજન્ડાને વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે બ્રિક્સે ઘણા પગલાં પ્રથમવાર લીધાં છે.નવેમ્બરમાં પહેલીવાર અમારા જળસંસાધન પ્રધાનોની બેઠક મળવાની છે. આજે વિશ્વમાં બ્રિક્સનો અવાજ મહત્ત્વનો બની ગયો છે. ભારતના નેતૃત્વમાં સભ્ય દેશોએ ઘણા સહકાર આપ્યો છે. બ્રિક્સે ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક સહિતના મજબૂત સંગઠનો શરૂ કર્યાં છે. બ્રિક્સના આગામી ૧૫ વર્ષ પરિણામદાયી બને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે.
અમેરિકાએ સેના પાછી ખેંચતાં કટોકટી સર્જાઈઃ પુતિન
રશિયન પ્રમુખ પુતિને જણાવ્યું હતું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સેના પાછી ખેંચતા નવી કટોકટી સર્જાઇ છે. અમેરિકાના નિર્ણયની વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા પર કેવી અસર થશે તે અસ્પષ્ટ છે. બ્રિક્સ દેશો અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. આ દેશ તેના પાડોશીઓ માટે પડકાર બનવો જોઇએ નહીં.
બ્રિક્સ દેશો વચ્ચેના સહકારમાં મજબૂત પ્રગતિઃ શી જિનપિંગ
ચીનના પ્રમુખ શી જિનપિંગે જણાવ્યું હતું કે, બ્રિક્સના આવતા વર્ષે યોજાનારા ૧૪મા શિખર સંમેલનનું નેતૃત્વ ચીન કરશે. વિશ્વમાં કોરોના મહામારી છતાં અમે બ્રિક્સ દેશો વચ્ચેના સહકારને ધબકતો રાખ્યો છે. સહકારમાં મજબૂત પ્રગતિ થઇ છે. પાંચ દેશોએ વ્યૂહાત્મક સંપર્ક અને રાજકીય વિશ્વાસ વધાર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter