આફ્રિકાનું સૌથી પ્રાચીન કબ્રસ્તાનઃ ૮૦,૦૦૦ વર્ષ પૂર્વે દફન કરાયેલા બાળકના અવશેષ મળ્યા

Saturday 15th May 2021 05:34 EDT
 
નાઈરોબીઃ

નાઈરોબીઃ સામાન્ય રીતે આફ્રિકાને વર્તમાન માનવ પ્રજાતિ હોમો સેપિયન્સના જન્મસ્થળ અથવા તો પારણા તરીકે ઓળખાવાય છે. આફ્રિકામાં પિગમેન્ટ-રંગ તેમજ કાણા કરાયેલાં છીપલાના ઘરેણાંના ઉપયોગ સહિત પ્રાચીન વિકાસની ચીજવસ્તુઓના પુરાવા સાંપડે છે. હવે દફનવિધિ અને શોક જેવાં જટિલ સામાજિક રીતરિવાજોનો વિકાસ યુરેશિયામાં થયો હોવાનું મનાતું રહ્યું છે. જોકે, કેન્યામાં પાન્ગા યા સૈડીની ગુફામાં લગભગ ૮૦,૦૦૦ વર્ષ પૂર્વે દફન કરાયેલા બાળકના અવશેષો પ્રાપ્ત થવાં સાથે સામાજિક રીતરિવાજોના ઉદ્ભવ પર નવો મહત્ત્વપૂર્ણ પ્રકાશ પડ્યો છે.
કેન્યા, જર્મની, સ્પેન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ અને યુનાઈટેડ સ્ટેટ્સના સંશોધકોની ટીમે પાન્ગા યા સૈડીની ગુફામાં કરેલા અભ્યાસ થકી મધ્ય પથ્થરયુગમાં વસતા લોકો મૃત વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર કરતા હતા તે સહિત માનવ સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ વિશે અમૂલ્ય માહિતી અને તારણો ‘ધ નેચર’માં પ્રકાશિત કર્યા છે.
કેન્યાના કાંઠા નજીક પાન્ગા યા સૈડી ગુફાની થોડે ઊંડાણમાં અઢી-ત્રણ વર્ષની વયના નાના બાળકના આશરે ૭૮,૦૦૦થી ૮૦,૦૦૦ વર્ષ અગાઉના અવશેષો મળી આવ્યા છે. આ બાળકને તેના જમણા પડખાભેર સુવાડાયું હતું અને તેના પગ છાતીએ દબાવીને રખાયા હતા. આ બાળકના શરીરને વિશિષ્ટ વસ્ત્ર અથવા કોઈ પ્રાણીની ત્વચામાં લપેટવામાં આવ્યું હતું. આ બાળકના મસ્તકને નાશ પામે તેવા ઓશિકા પર લાંબી નિદ્રા લઈ શકાય તે રીતે ગોઠવવામાં આવ્યું હતું. આખરી વિધિ તરીકે શરીર પર ગુફાની જમીનમાંથી ખોતરેલી માટી પણ નખાયેલી હતી. સમયાંતરે, આની ઉપર માટીનું ત્રણ મીટર જેટલું થર પથરાઈ ગયું હતું. આ અનામી બાળકને ‘મ્ટોટો - Mtoto’ નામ અપાયું હતું, જેનો અર્થ કેન્યાની સ્વાહિલી ભાષામાં ‘બાળક’ થાય છે.
માનવ ઉત્ક્રાંતિને સમજવા મહત્ત્વપૂર્ણ સ્થાન
પાન્ગા યા સૈડી ગુફા કેન્યાના કાંઠાથી આશરે ૧૫ કિલોમીટરના અંતરે છે. સંશોધકોની ટીમે નેશનલ મ્યુઝિયમ્સ ઓફ કેન્યાના સાથીઓ સાથે સૌપહેલા ૨૦૧૦માં ઈસ્ટ આફ્રિકાના હિન્દ મહાસાગરથી ભારત સાથેના વેપારમાર્ગના મૂળ શોધવાના પુરાતત્વીય પ્રોજેક્ટ અંતર્ગત ગુફાની મુલાકાત લીધી હતી. લાઈમસ્ટોન - ચુનાના પત્થરોની ૨૦-૩૦ મીટરની ઊંચાઈ સાથેની દીવાલ હેઠળ ઠંડકભર્યા વાતાવરણમાં જંગલના છોડ ઉગી નીકળે તેમજ માનવી અને પ્રાણીઓ આશરો લે તેવું સ્થળ છે. હાલ આ ગુફા આસપાસ વસતા મિજિકેન્ડા જાતિના લોકો માટે પવિત્ર સ્થળ છે. સ્થાનિક લોકોની પરવાનગી સાથે એક દાયકા લાંબી શોધખોળ ચાલી હતી. આ સ્થળ માનવ ઉત્ક્રાંતિને સમજવા માટે અપેક્ષા કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ પુરવાર થયું હતું. ગુફાની સપાટીના અનેક સ્તરના ખોદકામ દરમિયાન સંશોધકોને પથ્થરના સાધનો, પ્રાણીઓના અવશેષો, છીપલાના મણકાં, ગેરુઆ રંગના અંશ મળી આવ્યા હતા. આ બધી વસ્તુઓથી ૭૮,૦૦૦થી વધુ વર્ષ પહેલાની માનવની સાંસ્કૃતિક, ટેકનોલોજિકલ અને પ્રતીકાત્મક પ્રવૃત્તિઓનું રહસ્યોદ્ઘાટન થયું હતું.
જોકે, આશ્ચર્ય જગાવનાર સૌથી મોટી શોધ ૨૦૧૩માં ઈશકી હતી જ્યારે ગુફાની સપાટીથી ત્રણ મીટર ઊંડેથી ‘મ્ટોટો’ની કબર ધરાવતી છીછરી ખાણ કે ખાડો મળ્યો હતો. અવશેષોની હાલત એટલી નાજૂક હતી કે જેમાં દટાયા હતા તે કાંપના ખડક સાથે તેમને પ્લાસ્ટરથી ઢાંકી આખેઆખા કાઢવામાં આવ્યા હતા અને નાઈરોબીના નેશનલ મ્યુઝિયમ અને તે પછી, સ્પેનના નેશનલ રિસર્ચ સેન્ટર ઓન હ્યુમન ઈવોલ્યુશન (CENIEH)માં મોકલાયાં હતા. CENIEHમાં હોમિનીન પેલેઓબાયોલાજીના અગ્રનિષ્ણાત મારિયા માર્ટિનોન-ટોરેસ અને તેમની ટીમે મહિનાઓ સુધી લેબોરેટરીમાં અવશેષોના ઉત્ખનન અને દસ્તાવેજીકરણની કામગીરી કરી જેમાં, અવશેષો આધુનિક માનવી (હોમો સેપિયન્સ)ના છે એટલું જ નહિ, નાના બાળકનાં હોવાનું શોધ્યું હતું. અવશેષોના દાંતના આકારના આધારે તેની વય ૨.૫થી ૩ વર્ષ હોવાનું નિશ્ચિત કરાયું હતું.
મોટી સમસ્યા દફનનો સમયગાળો જાણવાની હતી. રેડિયો-કાર્બન ડેટિંગ ટેકનોલોજી ગત ૪૦,૦૦૦ જેટલા વર્ષોના ઓર્ગેનિક અવશેષો વિશે જાણવા સક્ષમ છે. આથી, અવશેષો ઉપર જામેલા કાંપ કે માટીના ક્વાર્ટ્ઝ રજકણો છેલ્લે કેટલા વર્ષથી પ્રકાશના સંસર્ગમાં આવ્યા હતા તે જાણવા લ્યુમિનેસન્સ ડેટિંગ ટેકનેલોજી ઉપયોગમાં લેવાઈ હતી.
આ પદ્ધતિ થકી મ્ટોટોનું દફન ૭૮,૦૦૦ વર્ષ અગાઉ થયાનું પ્રસ્થાપિત કરી શકાયું હતું. આમ તે આફ્રિકામાં ઓળખી શકાયેલું સૌથી પ્રાચીન દફન હોવાનું જણાયું છે.

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter