આફ્રિકામાં નોવેલ એલિફન્ટ વાઇરસ ફેલાયોઃ આશરે ૪૦૦ હાથીનાં મોત

Saturday 18th July 2020 06:36 EDT
 
 

ઓકાવાંગોઃ દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં એક રહસ્યમય વાઈરસે દેખા દેતાં ફફડાટ મચ્યો છે. સદનસીબે આ વાઈરસ હજુ સુધી પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયો નથી. બોત્સવાના દેશમાં ૪૦૦ કરતાં પણ વધુ હાથીઓનાં મોત કોઈ અગમ્ય કારણોસર થયાં છે. હવાઈ તસવીરમાં ઓકાવાંગો ડેલ્ટા અને દેશના ઉત્તરીય વિસ્તારોમાં હાથીઓની લાશ છૂટી છવાઈ પડેલી હાલતમાં જોવા મળી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે દેશમાં જે આપદા આવી છે તેની પાછળ આ નોવેલ એલિફન્ટ વાઈરસ હોઈ શકે છે.
વૈજ્ઞાનિકોને પેથોજન વાઈરસ હોવાની પણ આશંકા છે. આ એરિયામાં હાલમાં દુષ્કાળની સ્થિતિ પણ નથી અને હાથીઓના શિકાર અને પશુ રોગ એનથેક્સના પણ કોઈ લક્ષણ નથી. તેથી કોઈ રહસ્યમયી વાીરસે હાથીઓના મોત નિપજાવ્યા હોવાનો વૈજ્ઞાનિકોને શક છે. ડિરેક્ટર ઓફ નેશનલ પાર્ક રેસ્ક્યૂ ડો. મેકને કહ્યું કે જે વિસ્તારમાં હાથીઓનાં મોત થયાં છે તે વિસ્તારની વનસ્પતિઓ, પાણી અને જમીનના સેમેપલો હેવાની જરૂર છે. કેટલાક હાથીઓનાં શબ તપાસ અર્થે ઝિમ્બાબ્વેમાં મોકલી અપાયાં છે. હજુ પણ બીજા ઘણા હાથીઓનાં મોત થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter