ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ભારતની ૧૪ ક્રમની છલાંગ

Monday 11th November 2019 08:41 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતમાં બિઝનેસ કરવાનું હવે વધારે આસાન બની ગયું છે. ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગ (ડીબીઆર)માં ભારતે ૧૪ ક્રમની છલાંગ મારી છે અને ૭૭મા ક્રમ પરથી ૬૩મા ક્રમ પર પહોંચ્યું છે. વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ૧૯૦ દેશોનાં લિસ્ટમાં ભારતનો રેન્કિંગ હવે સુધરી ગયો છે. ભારતના રેન્કિંગમાં સતત પાંચમા વર્ષે સુધારો થયો છે. વર્ષ ૨૦૧૫થી તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. સતત ૩ વર્ષથી ભારત ઝડપથી સુધરી રહેલા ટોપ ૧૦ દેશોમાં સ્થાન ધરાવતું આવ્યું છે. આ વર્ષે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસના લિસ્ટમાં ન્યુ ઝીલેન્ડ, સિંગાપોર અને હોંગકોંગ ટોચ પર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter