ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીને ફ્રાન્સ સર્વોચ્ચ નાગરિક સન્માન

Thursday 29th November 2018 04:49 EST
 
 

નવી દિલ્હીઃ દેશની ત્રીજી મોટી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિકનું સન્માન નાઈટ ઓફ ધ લેગિજન ઓફ ઓનર માટે પસંદગી થઈ છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત એજેક્ઝેન્ડર જિગલર પ્રેમજીને બેંગલુરુ આ સન્માનથી સન્માનિત કરાશે. પ્રેમજીને આ સન્માન ભારતમાં આઇટી ઉદ્યોગને વિકસિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપવા ફાળવવામાં આવ્યું છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને યુનિવર્સિટી મારફત પરોપકારીરૂપે સમાજ માટે પણ તેમનું યોગદાન મહત્ત્વનું છે. અગાઉ આ સન્માનથી બંગાળી ફિલ્મોના અભિનેત્રી સૌમિત્રા ચેટર્જી, હિન્દી ફિલ્મના અભિનેતા શાહરુખ ખાનને નવાજવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter