એનઆરઆઇ માટે મૂડીરોકાણ પરના અન્યાયી નિયમો તર્કસંગત બનાવાશે?

Sunday 30th January 2022 04:59 EST
 
 

નવી દિલ્હીઃ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના કેન્દ્રિય બજેટ પર એનઆરઆઇ સમુદાયની આશાભરી મીટ મંડાઈ છે. એનઆરઆઇ ભારતમાં મૂડીરોકાણના નિયમોમાં વધુ છૂટછાટો ઇચ્છી રહ્યાં છે. જોઈએ એનઆરઆઇ સમુદાયને કઇ આશા છેઃ
૧. ભારતમાં થતી આવક પર કપાતા ટીડીએસમાં સરકાર દ્વારા ઘટાડો કરાય

૨. બિનજરૂરી ઊંચા ટીડીએસનું રિફંડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરાય

૩. ભાડે ચડાવેલી સંપત્તિના વેચાણ દરમિયાન ટેક્સની અસંગતતાઓ દૂર કરાય

૪. કોરોના મહામારીના કારણે ઘણા મહિનાઓથી ભારતમાં ફસાઇ ગયેલા એનઆરઆઇને ટેક્સમાં રાહત અપાય

૫. ટેક્સ નીતિની સમીક્ષા કરાય

૬. ભારતથી વિદેશમાં મોકલાતા નાણાની મર્યાદા 1 મિલિયન ડોલરથી વધારીને વ્યાજબી કરવામાં આવે

૭. એનઆરઆઇ માટેની ડેબ્ટ સ્કીમ પરનો ટીડીએસ 30 ટકાથી ઘટાડીને 15 ટકા કરાય

૮. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર ઇન્ડેક્સેશનના લાભ અપાય

૯. એકસમાન યુલિપ સ્કિમમાં અદલાબદલી પર કોઇ ટેક્સ ન હોવો જોઇએ

૧૦. એનઆરઆઇ માટે પાન અને આધાર લિન્ક કરવાની નીતિ વધુ સ્પષ્ટ બનાવાય

૧૧ એનઆરઆઇના વિદેશના મામલા નિયમિત કરવા સ્વદેશ પરત ફરવા પર ટેક્સ હોલી ડે અપાય

૧૨. કોરોના મહામારીના કારણે ભારતમાં ફસાયેલા એનઆરઆઇને રેસિડેન્શિયલ સ્ટેટસના નિયમોમાં છૂટછાટ અપાય

૧૩. એનઆરઆઇના રેસિડેન્શિયલ સ્ટેટસની આવકના સંદર્ભમાં પુનઃસમીક્ષા કરાય

એનઆરઆઇને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, પીપીએફમાં રોકાણની છૂટ અપાય

ભારતના કોઇપણ કરદાતાની જેમ એનઆરઆઇને પણ સેક્શન 80 સી અંતર્ગત રૂપિયા દોઢ લાખ અને સેક્શન 80સીસીડી(બી) અંતર્ગત એનપીએસમાં રોકાણ માટે રૂપિયા 50 હજારનું ડિડક્શન મળે છે પરંતુ એનઆરઆઇ સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં મૂડીરોકાણ કરી શક્તાં નથી, પોતાનું પીપીએફ એકાઉન્ટ ખોલાવી શક્તાં નથી અથવા તો એનએસસી ખરીદી શક્તાં નથઈ કે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ કરાવી શક્તા નથી. તમામ એનઆરઆઇની ઇચ્છા છે કે નિર્મલા સીતારામન આગામી બજેટમાં આ નિયંત્રણો દૂર કરે.

એનઆરઆઇને પણ દેશમાં વસતા નાગરિકો જેવા જ ટેકસ ડિડક્શનના લાભ અપાય
વિદેશમાં વસતા એનઆરઆઇના પરિવાર અને સગાં ભારતમાં રહેતા હોય છે. તેમ છતાં એનઆરઆઇને ચોક્કસ ટેક્સ ડિડક્શનના લાભ અપાતા નથી. એનઆરઆઇને ભારતમાં રહેતા વિકલાંગ આશ્રિતની સારવારમાં થયેલા ખર્ચ, ચોક્કસ રોગથી પીડાતા પરિવારજનની સારવાર પર થતા ખર્ચને સેક્શન 80ડીડી, સેક્શન 80ડીડીબી અઁતર્ગત ટેક્સ ડિડક્શનના લાભ અપાતા નથી. એનઆરઆઇ વિદેશમાં રહીને પણ દેશમાં તેમના આશ્રિતોની કાળજી લેતાં હોય છે તેથી તેમને પણ દેશમાં વસતા નાગરિકોની જેમ ટેક્સ ડિડક્શનના લાભ આપવામાં આવે.

એનઆરઆઇને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ચૂકવાતા નાણા પરનો ટીડીએસ સરચાર્જ 10 ટકા કરાય – એએમએફઆઇ
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ)એ તેના રિપોર્ટમાં માગ કરી છે કે આગામી બજેટમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એનઆરઆઇને ચૂકવાતી રકમ પર ટીડીએસ પરનો સરચાર્જ એકસમાન 10 ટકા કરવો જોઇએ. અત્યારે એનઆરઆઇ પર મ્યુચ્યુઅલ ફંડમાંથતી આવક પર 10થી 37 ટકાનો સરચાર્જ વસૂલવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter