ઓડિશામાં રૂ. 1.10 લાખ કરોડનું રોકાણ: મોદી-ક્રાઉન પ્રિન્સ વચ્ચે મેગા ડીલ

Saturday 19th September 2026 05:04 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે બેઠક કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અંતરીક્ષ, મહત્વપૂર્ણ ખનિજો, ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને કનેક્ટિવિટી જેવા મહત્વના ક્ષેત્રોમાં ભારત-LUAE વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. જેમાં UAEની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની દ્વારા ઓડિશામાં એક ઇન્ટિગ્રેટેડ ગ્રીનફિલ્ડ એલ્યુમિનિયમ પ્રોજેક્ટના વિકાસ માટે 11.5 બિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1.1 લાખ કરોડ)નું રોકાણ કરવાની જાહેરાત પણ સામેલ છે. વિદેશ મંત્રાલયે આ પ્રોજેક્ટને ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ એલ્યુમિનિયમ રોકાણ ગણાવ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આનાથી ઓડિશા એક ગ્લોબલ એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગ હબ બની જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter