ઓનલાઇન છેતરપિંડી સામે વિશ્વનું સૌથી મોટું સાયબર ઓપરેશન

ઈન્ટરપોલનો 97દેશમાં સપાટોઃ 5,811ની ધરપકડ, રૂ. 2,500 કરોડ ફ્રીઝ

Wednesday 15th July 2026 08:58 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત 15,606 શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી અને 31,014 બેંક ખાતા બ્લોક કરવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન, 293 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 2,500 કરોડના ગેરકાયદેસર ભંડોળ ગુનેગારોના હાથ સુધી પહોંચે તે પહેલાં જ રોકી દેવામાં આવ્યું હતું. નકલી પોલીસ અધિકારીઓ, રોકાણ છેતરપિંડી, રોમાન્સ કૌભાંડો અને બોગસ ક્રિપ્ટો નેટવર્ક આ ઓપરેશનના મુખ્ય લક્ષ્યો હતા. ઈન્ટરપોલ અનુસાર, આ સમયગાળા દરમિયાન, 5,811 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
તમે પણ સાબદા રહેજો...
જો તમને ક્યારેય તમારા મોબાઇલ ફોન પર બેંક અધિકારી, પોલીસ અધિકારી, સરકારી એજન્સી અથવા રોકાણ કંપનીના પ્રતિનિધિ તરીકેની ઓળખાણ આપતો ફોન આવ્યો હોય, જેમાં તમને પૈસા ટ્રાન્સફર કરવા અથવા તો તમારી બેંક વિગતો શેર કરવાનું કહેવામાં આવ્યું હોય, તો સમજો કે આ તે જ ગુનાઓ છે જેની સામે ઇન્ટરપોલે વિશ્વનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. કોઇપણ પ્રકારનો શંકાસ્પદ કોલ કે ઇમેઇલ આવે ત્યારે મિત્રો-સ્વજનોની મદદ લો અને આવા કૌભાંડીઓથી બચો. ચેતતા નર સદા સુખી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter