જોહાનિસબર્ગઃ / નાઈરોબીઃ કુવૈત દ્વારા શ્રી લંકા અને ભારત ઉપરાંત, નાઈજિરિયા, કેન્યા સહિત 24 આફ્રિકન દેશોમાંથી ડોમેસ્ટિક વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કુવૈતના નવા શ્રમ કાયદાઓ હેઠળ આ નિયંત્રણો જાહેર કરાયા છે. સુધારેલી પોલિસી હેઠળ ભારત, શ્રી લંકા, નેપાળ, વિયેતનામ, ફિલિપાઈન્સ,સાઉથ આફ્રિકા, એરિટ્રીઆ અને ઈથિયોપિયા સહિત મર્યાદિત દેશોમાંથી જ ઘરેલુ કામકારોની ભરતી કરી શકાશે.
કુવૈતની ઈન્ટિરિયર મિનિસ્ટ્રીના સર્ક્યુલર અનુસાર આ પ્રતિબંધ નાઈજિરિયા, કેન્યા, યુગાન્ડા, રવાન્ડા, માલી, કેમેરુન, ડીઆર કોંગો, રિપબ્લિક ઓફ કોંગો, ટોગો, માલાવી, ચાડ, દિબુટી, નાઈજર, ગિની, ગામ્બીઆ, લાઈબિરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બુરુન્ડી, અંગોલા સહિતના આફ્રિકી દેશો તેમજ એશિયન દેશો માડાગાસ્કર અને ભૂટાન પર લાગુ પડશે. સેનેગાલમાંથી માત્ર પુરુષ વર્કરની ભરતી કરાશે.

