કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

Sunday 04th October 2026 12:06 EDT
 
 

ઓટ્ટાવાઃ ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

કેનેડીયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગ્રૂપ તેમની પ્રાથમિકતા ધરાવતા ટારગેટસમાં સામેલ છે. આ કાર્યવાહીમાં 25 વર્ષીય જનશદીપ સિંહનો મામલો પણ સામે આવ્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે અને ડિસેમ્બર 2022માં પોતાને વિદ્યાર્થી તરીકે રજૂ કરીને કેનેડા પહોંચ્યો હતો. કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડે જુલાઈમાં તેને કેનેડામાં રહેવા માટે અયોગ્ય ગણાવીને દેશમાંથી બહાર મોકલવા આદેશ કર્યો હતો. પોલીસનો આરોપ છે કે તેનો સંબંધ લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે હતો. બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલ લોકો પર આતંકવાદ, ખંડણી, ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિંલિગ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપો છે.
આ દરમિયાન સપ્ટેમ્બર 2026માં ગેંગ તરફથી કથિત રીતે સામે આવેલો એક પત્ર પણ ચર્ચામાં રહ્યો હતો. જેમાં ગેંગે કેનેડામાં પોતાના 5000 શૂટર્સ હોવાનો દાવો કરી કેનેડાને ધમકી આપી હતી કે તે ટૂંક સમયમાં દેશ પર કબજો કરી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter