નાઈરોબીઃ કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસ (KWS) દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે નવી રિટ્ઝ-કાર્લટન લક્ઝરી લોજથી વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશન કોરિડોરમાં કોઈ અવરોધ સર્જાશે નહિ. ઈસ્ટ આફ્રિકાની વાઈલ્ડલાઈફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં આ હોટેલ મુદ્દે નવો વિવાદ સર્જાયો છે. આ હોટેલના કારણે માસાઈ મારા રિઝર્વ અને ટાન્ઝાનિયાના સેરેનગેટી નેશનલ પાર્ક વચ્ચેનો વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશન કોરિડોર બંધ થઈ જશે.
કેન્યાના એક્ટિવિસ્ટ દ્વારા ઓગસ્ટમાં દાખલ કરાયેલા કાનૂની કેસમાં આ હોટેલ ખુલતી અટકાવવા માગણી કરાઈ હતી. જોકે, એક રાત્રિના વ્યક્તિદીઠ 3500 ડોલરથી શરૂ થતાં ચાર્જ સાથેની હોટેલ શરૂ કરવા દેવાઈ હતી અને કાનૂની પડકાર ચાલી રહ્યો છે. મોટા ભાગે ટુરિઝમ પર નભતા કેન્યામાં આ કેસથી ઈન્ડસ્ટ્રીને લાભો આપવા મુદ્દે જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. KWS દ્વારા સત્તાવારX એકાઉન્ટ પર જણાવાયું છે કે રિટ્ઝ-કાર્લટન લક્ઝરી લોજ પ્રોપર્ટી કોઈ વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશન કોરિડોરની વચમાં આવતી નથી કે તેના કારણે કોરિડોરમાં અવરોધ કે દખલગીરી સર્જાતાં નથી.હોટેલના માલિક મેરિઓટ ઈન્ટરનેશનલે પણ જણાવ્યું હતું કે સ્થાનિક ડેવલપર દ્વારા તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેવાઈ છે. પર્યાવરણીય અસર મૂલ્યાંકનમાં સ્તાપિત થયું હતું કે આ સાઈટ વાઈલ્ડલાઈફ ક્રોસિંગ પોઈન્ટ નથી.


