કેન્યાના ક્રૂર ઉપદેશકને સામૂહિક હત્યાઓ બદલ 200 વર્ષની જેલ

Wednesday 18th November 2026 05:32 EST
 
 

મોમ્બાસાઃ કેન્યાની કોર્ટે ક્રિશ્ચિયન ચર્ચના ક્રૂર ઉપદેશક પોલ મેકેન્ઝીને 190 બાળકોને ભૂખ્યા રાખવાના આદેશ થકી સામૂહિક હત્યા કરવાના કેસમાં 200 વર્ષની જેલની સજા ફરમાવી હતી. જસ્ટિસ ડાયના કાવેડ્ઝાએ ચુકાદામાં 100 વર્ષની જેલ ભૂખ્યા રાખીને હત્યા અને 100 વર્ષની જેલ પ્રત્યક્ષ હોમિસાઈડ માટે ફરમાવી હતી. તેના 28 સહયોગીઓને 10થી 160 વર્ષ સુધીની જેલની સજા ફરમાવાઈ હતી.

મેકેન્ઝીએ તેની સામેના આરોપ નકારી કાઢતા કહ્યું હતું કે તેણેો કોીને ભૂખ્યા રહેવાની ફરજ પાડી ન હતી. બચાવપક્ષના વકીલે આ ચુકાદા સામે અપીલ કરાશે તેમ જણાવ્યું હતું. પોલ મેકેન્ઝીએ અનુયાયીઓને વિશ્વનો અંત આવે તે પહેલા સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્ત સાથે મળવા માટે બાળકો સાથે પોતાની જાતને ભૂખ્યા રહી મોતને હવાલે કરવા જણાવ્યું હતું. તેનો આદેશ મનાવવા સહયોગીઓએ લોકોને ધમકી આપી માર માર્યો હતો. તેમના મૃતદેહોને અને કેટલાકને જીવતા જ છીછરી કબરોમાં દાટી દેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter