કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

Tuesday 15th September 2026 14:59 EDT
 
 

નવી દિલ્હી, નાઈરોબીઃ કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દ્વારા સ્પોન્સર કરાયેલો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ નેશનલ સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ (NCGG) ખાતે યોજાયો હતો.

ગયા મહિને કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાએ કેન્યાના પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ફોર ફોરેન એન્ડ ડાયસ્પોરા એફેર્સ મુસાલિઆ ડબલ્યુ મુડાવાડીની મુલાકાત લઈ તેમને તાજેતરના દ્વિપક્ષી સંબંધોના ઘટનાક્રમોથી માહિતગાર કર્યા હતા તેમજ પાર્ટનરશિપ વધુ મજબૂત કરવાના પ્રસ્તાવો અને વિચારોની ચર્ચા યોજી હોવાનું ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું.

ઓગસ્ટ મહિનામાં કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોસીસ વેટાન્ગુલાએ પણ ભારત અને કેન્યા વચ્ચે સંસદીય વિનિમય તેમજ તાજેતરમાં રચાયેલા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રૂપ્સને મજબૂત બનાવવા ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મંત્રણાઓ પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter