કેન્યાના બાગાયતી નગરમાં ખેડૂતોને અજાણી બીમારી

Tuesday 24th November 2026 14:13 EST
 
 

નાઈરોબીઃ સેન્ટ્રલ કેન્યાના બાગાયતી શહેર ટિમાઉની હોર્ટિકલ્ચરલ ઈન્ડસ્ટ્રીએ સ્થાનિક લોકોને આર્થિક જીવાદોરી પૂરી પાડી છે, પરંતુ હવે ઘણા લોકો માને છે કે આના કારણે તેઓ ગંભીર અને અજાણી બીમારી અને કેન્સરનો શિકાર બની રહ્યા છે. આશરે 10,000 લોકોની વસ્તી સાથેના નાનાં શહેર ટિમાઉના હજારો લોકો વર્ષોથી સ્થાનિક હોર્ટિકલ્ચર કંપનીઓમાં કામ કરતા આવ્યા છે. લોકો માની રહ્યા છે કે પેસ્ટિસાઈડ્સ સાથે કામ કરવાથી આરોગ્યની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહેલ છે. દેશના 87 ખેડૂતોએ હાઈલી હેઝાર્ડસ પેસ્ટિસાઈડ્સના વેચાણ મુદ્દે કેન્યા સરકાર અને પાંચ એગ્રોકેમિકલ કંપનીઓ વિરુદ્ધ 2022માં કોર્ટ પિટિશન કરી છે.

કેન્યામાં ખેડૂતો દ્વારા ઉત્પાદનમાં વધારા, સ્થાનિક અને વિદેશી બજારો માટે ખોરાકની ગુણવત્તા સુધારવા મોટા પાયે પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ થતો રહ્યો છે. હાઈલી હેઝાર્ડસ પેસ્ટિસાઈડ્સ (HHPs)ના કારણે સર્જાતી આરોગ્યની ગંભીર સમસ્યાઓમાં સાંધા સૂજી જવા, ત્વચાનો બદલાતો રંગ અને શ્વાસોચ્છવાસની તકલીફ મૂર્છા આવવી, ચીજવસ્તુઓ ભૂલી જવી સહિતનો સમાવેશ થાય છે. યુએનની બે એજન્સીઓ- ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે HHPsના કારણે આરોગ્ય અથવા પર્યાવરણને એક્યુટ અથવા ક્રોનિક જોખમોના ઊંચા પ્રમાણનો સમાનો કરવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter