કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Wednesday 23rd September 2026 07:52 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર કાપી વિશ્વવિક્રમ બનાવ્યો હતો.

એનજિટેકે ગયા વર્ષનો માત્ર મહિલાઓ માટે 10 કિલોમીટરની મેરેથોનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ડેન્માર્કની રાજધાનીમાં સવારની મેરેથોનમાં તે શરૂઆતથી છેલ્લે સુધી આગળ જ રહી હતી અને બીજા ક્રમે આવેલી તેના જ દેશની સ્પર્ધક વેરોનિકા લોલેઓથી 50 સેકન્ડ આગળ રહી હતી. અગાઉનો વર્લ્ડ રેકોર્ડ કેન્યાની જ પેરેસ જેપિચિરચિરે બનાવ્યો હતો, જેણે 2020માં વર્લ્ડ હાફ મેરેથોન ટાઈટલ જીત્યું હતું. મહિલાઓની હાફ-મેરેથોનનો ઓવરઓલ વર્લ્ડ રેકોર્ડ ઈથિયોપિયાની લેટેસેન્બેટ ગિડેના નામે છે, જેણે 2021માં 1:02:52 નો સમય નોંધાવ્યો હતો.

20 સપ્ટેમ્બરે કોપનહેગનમાં મેળવેવો વિજય 25 વર્ષીય એગ્નેસ એનજિટેક માટે આ વર્ષનું મુખ્ય ટાઈટલ છે. તેણે કોપનહેગનમાં ટીમ હાફ મેરેથોનમાં પણ વિજય મેળવ્યો હતો અને જાન્યુઆરીમાં વર્લ્ડ ક્રોસ ચેમ્પિયનશિપમાં વિજય હાંસલ કરેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter