નાઈરોબીઃ જર્મનીના ફ્રેન્કફર્ટ ખાતે યોજાએલા જર્મન મેથ્સ ઓલમ્પિયાડમાં કેન્યાના વિદ્યાર્થી યજુશ ચૌહાણે ક્લાસ ગ્રૂપ 6-8 કેટેગરીમાં વિશ્વમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સ્પર્ધામાં 49 દેશના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને કેન્યામાંથી એક માત્ર યજુશ ચૌહાણે સ્પર્ધામાં ભાગ લીધો હતો.
એમ મનાય છે કે મેથ્સ ઓલમ્પિયાડમાં ઈનામ ઈજનારો તે પ્રથમ કેન્યન સ્પર્ધક છે. નાની વયથી જ મેથેમેટિક્સ અને સમસ્યા ઉકેલમાં રસ ધરાવતા યજુશ ચૌહાણે વર્ષો સુધી અભ્યાસ અને સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય વિકસાવ્યું છે. તેની સિદ્ધિએ વિશ્વમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની મેથેમેટિક્સ સ્પર્ધાઓમાં એકમાં કેન્યાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવા બદલ સહુનું ધ્યાન આકર્ષ્યું છે.


