કેન્યામાં ઈબોલાનો ઓછાયોઃ એકનું મૃત્યુ

Wednesday 14th October 2026 08:09 EDT
 

નાઈરોબીઃ કેન્યામાં નાઈરોબીમાં એક વ્યક્તિના મૃત્યુ સાથે ઈબોલા રોગના પ્રથમ કેસને સમર્થન અપાયું છે. આ વ્યક્તિ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)થી પરત આવ્યો હતો. પેશન્ટના આઠ પરિવારજન અને 21 હેલ્થ વર્કર્સને 21 દિવસ માટે ક્વોરેન્ટિનમાં રખાયા હોવાનું પ્રેસિડેન્ટ રુટો વિલિયમે જણાવ્યું હતું.

આ કેન્યન નાગરિક પેશન્ટ સાત વર્ષથી DRCમાં રહેતો હતો અને ત્યાંથી માર્ગ દ્વારા પ્રવાસ કરીને યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચ્યો તે પહેલા એક મહિનાથી બીમાર હતો. તે શનિવાર, ત્રણ ઓક્ટોબરે વિમાન દ્વારા નાઈરોબી પહોંચ્યો હતો. યુગાન્ડાથી આ જ ફ્લાઈટમાં આવેલા અન્ય 23 પેસેન્જર અને ચાર ક્રુ મેમ્બરની શોધ કરવામાં આવી છે.

DRCમાં ઈબોલાના રોગચાળામાં 4000થી વધુ લોકો મોત પામ્યા છે અને સાત પ્રોવિન્સમાં કન્ફર્મ કેસની સંખ્યા 8,300એ પહોંચી છે. યુગાન્ડામાં પણ ઈબોલાના 20 કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જોકે, યુગાન્ડાને હવે રોગમુક્ત જાહેર કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter