કેન્યામાં દુકાળના ભરડાથી દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો

Tuesday 24th November 2026 14:05 EST
 
 

નાઈરોબીઃ કેન્યાના કેટલાક વિસ્તારોમાં દૂધ મળવું મુશ્કેલ બની રહ્યું છે. લાંબા સમયથી ચાલતી દુકાળની પરિસ્થિતિના કારણે ડેરી ફાર્મર્સની હાલત ખરાબ થઈ છે. ખેડૂતોને કિંમત સારી મળી રહી છે, પરંતુ ઘાસના ઊંચા ભાવના કારણે દૂધનું ઉત્પાદન ઘણું ઓછું કરી રહ્યા છે. મોટા શહેરોમાં પુરવઠો ખોરવાયો છે અને ભાવ ઊંચે જઈ રહ્યા છે.

નાઈરોબીમાં દૂધની લોકપ્રિય બ્રાન્ડ્સ દુકાનોમાં અપ્રાપ્ય બની રહી છે. ખેડૂતો તેમના પશુઓને કુદરતી ઘાસ સહિતનો ખોરાક આપી શકતા નથી અને તાજા દૂધના સપ્લાય પર નભતી સહકારી મંડળીઓ, બિઝનેસીસ સહિત બધાને તંગી નડી રહી છે. સહકારી મંડળીઓના સભ્યો દ્વારા અપાતો પૂરવઠો પણ 50 ટકા જેટલો ઘટી ગયો છે. હોટેલ્સ સહિતના ગ્રાહકો ઊંચા ભાવ આપવા તૈયાર હોવાં છતાં દૂધનું પુરતું ઉત્પાદન થઈ શકતું નથી. ઘણા ખેડૂતોને રોજનું 100થી 120 લીટર જેટલું ઉત્પાદન મળતું હતું તે હવે ઘટીને 50 લીટર પર આવી ગયું છે. ઘણા ખેડૂતો તેમના પશુઓને સારો કુદરતી ચારો મળી રહે તે માટે આસપાસની કાઉન્ટીઝમાં સ્થળાંતર કરી રહ્યા છે.

દૂધની તંગીના કારણે રેશનિંગ જેવી સ્થિતિ સર્જાઈ છે અને બિઝનેસીસને દૂધ મેળવવા મોટા પ્રોસેસર્સના ડેપોઝમાં લાઈનમાં ઉભા રહેવું પડે છે. આના કારણે, મિલ્ક પાવડરનો ઉપાડ પણ વધ્યો છે. સરકાર દૂધનું ઉત્પાદન વધારવા ભારતીય ભેંસના દૂધનો વિકલ્પ વિચારી રહી છે. દૂધના સૌથી મોટા ઉત્પાદક ભારતમાં દૂધના કુલ ઉત્પાદનના 43 ટકા ભેંસ પાસેથી મેળવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter