કોંગોમાં ઈબોલાથી મૃતાંક 5000ને પારઃ આફ્રિકા ખંડમાં ફેલાઈ રહેલો રોગચાળો

Tuesday 03rd November 2026 12:46 EST
 
 

બુનિઆ, કોંગોઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઈબોલાના બુન્ડિબુગ્યો સ્ટ્રેનના રોગચાળાએ ગત શનિવાર, 31 ઓક્ટોબર સુધીમાં 5026નો ભોગ લીધો છે અને રોગનો ભરડો વધી જ રહ્યો છે. કેન્યા અને નાઈજિરિયા સહિત અન્ય આફ્રિકન દેશોમાં પણ રોગચાળાએ પગપેસારો કરી લીધો છે.

કોંગોના આરોગ્ય મંત્રાલય અનુસાર 10351 ચેપગ્રસ્ત લોકોમાંથી લગભગ 50 ટકા એટેલે કે 5026 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, જેના માટે કોઈ વેક્સિન કે સારવાર પ્રાપ્ય નથી તેવાં બુન્ડિબુગ્યો સ્ટ્રેનથી ચેપગ્રસ્ત પેશન્ટ્સમાંથી 2788 લોકો સાજા પણ થયા હતા. કોંગોમાં 26 પ્રેવિન્સના આઠ પ્રોવિન્સ અને 178 હેલ્થ ઝોન્સમાંથી 67 ઝોનમાં રોગચાળો ફેલાયો છે. 9,782 કન્ફર્મ કેસ અને કુલ 4,792 લોકોના મોત સાથે કોંગોના પૂર્વીય વિસ્તારો અને ખાસ કરીને ઈટુરી અને નોર્થ કિવુ રોગચાળાના એપિસેન્ટર બન્યા છે. આ વિસ્તારોમાં લશ્કરી દળો અને અન્ય સશસ્ત્ર જૂથો વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. યુગાન્ડા સાથેની સરહદે પણ ઈસ્લામિક બળવાખોરી જોરમાં છે. આ બધા કારણોસર હેલ્થકેર વર્કર્સની કામગીરી મુશ્કેલ બની છે. આ ઉપરાંત, વસ્તીમાં રોગચાળા વિશે ખોટી માન્યતાઓ તેમજ હેલ્થ ફેસિલિટીઝ, સારવાર કેન્દ્રો અને હેલ્થ વર્કર્સ પર સતત હુમલા પણ તેના ફેલાવામાં જવાબદાર બની રહ્યા છે.

ઓક્ટોબરમાં કેન્યા અને નાઈજિરિયામાં ઈબોલાના કન્ફર્મ કેસીસ નોંધાયા હતા. કેન્યામાં આઠ કેસ અને બે મોત નોંધાયા છે જ્યારે નાઈજિરિયાના એકમાત્ર પેશન્ટનું સ્વિટ્ઝર્લેન્ડ સ્થળાંતર કરાયું હતું. અગાઉ, યુગાન્ડામાં પણ ઈબોલાના કેસીસ નોંધાયા હતા. ઈબોલાના ઈતિહાસમાં આ બીજા ક્રમનો જીવલેણ રોગચાળો બન્યો છે. વેસ્ટ આફ્રિકામાં 2014થી 2016ના ગાળામાં અનેક દેશોમાં થઈ કુલ 11,000થી વધુ લોકોના મોત ઈબોલાના કારણે નીપજ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter