જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની હુમલોઃ ૪ ભારતીય જવાન શહીદ

Thursday 14th June 2018 07:47 EDT
 
 

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મંગળવારે રાત્રે પાકિસ્તાની રેન્જરો દ્વારા કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના કરાયેલા ફાયરિંગમાં બીએસએફના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જવાન શહીદ થયા હતા. બીએસએફ (જમ્મુ ફ્રન્ટિયર)ના આઈજી રામ અવતારે બુધવારે જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જરોએ સરહદ પારથી કરેલાં ફાયરિંગમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રેન્કના અધિકારી સહિત અમારા ચાર જવાન શહીદ થયા છે અને અન્ય ૩ જવાનને ઈજા પહોંચી છે. તાજેતરમાં જ પાકિસ્તાની રેન્જર અને બીએસએફ આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું પાલન કરવા સહમત થયા હતા તેમ છતાં પાકિસ્તાની રેન્જરો દ્વારા કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના ફાયરિંગ કરાયું હતું.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ. પી. વૈદ્યે બીએસએફના જવાનોની શહીદી પર ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જમ્મુ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પરના રામગઢ ખાતે પાકિસ્તાની ફાયરિંગમાં બીએસએફના એક અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા હતા અને અન્ય પાંચને ઈજા પહોંચી છે. તેમની શહાદતથી અમે ઘણા દુઃખી છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter