લુસાકાઃ દેવાંના ડુંગર હેઠળ દબાયેલા ઝામ્બીઆને આગામી 12 મહિનામાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) પ્રોગ્રામ પાસેથી વધુ 145 મિલિયન ડોલરનું ફંડ મળવાની આશા ફાઈનાન્સ મિનિસ્ટર સિટુમ્બેકો મુસોકોટ્વાનેએ દર્શાવી છે. ઝામ્બીઆ માટે IMFનો લોન પ્રોગ્રામ ઓક્ટોબરમાં સમાપ્ત થવાનો છે તેને લંબાવવાનું જણાવાશે. અત્યાર સુધી દેશને 1.7 બિલિયન ડોલરની એક્સ્ટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી હેઠળ 1.55 મિલિયન ડોલર મળ્યા છે.
ફાઈનાન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે વધારાના 145 મિલિયન ડોલરના નાણાકીય સપોર્ટની આશા છે. જો ઝામ્બીઆ ઓક્ટોબરમાં IMF પ્રોગ્રામનો અંત લાવે તો કેટલાક દાતા દેશોનો સપોર્ટ પણ બંધ થઈ શકે છે. આમ તેના માટે IMFનો લોન પ્રોગ્રામ ચાલુ રહે તે જરૂરી છે. IMF દ્વારા જણાવાયું છે કે તેને ઝામ્બીઆની વિનંતી મળી છે અને તેના પર આગામી રિવ્યૂમાં નિર્ણય લેવાશે.