જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાની પુત્રી ડુડુઝિલે ઝૂમા-સામ્બુડ્લાએ યુક્રેનમાં રશિયા તરફથી લડવા 17 પુરુષોને લાલચ આપી હોવાના આક્ષેપોના પગલે પાર્લામેન્ટમાંથી રાજીનામું આપી દીધું છે.
ડુડુઝિલે તેના પિતાએ સ્થાપેલી વિપક્ષી પાર્ટી ઉમ્ખોન્ટો વિસિઝ્વે (MK)ની સાંસદ હતી. પાર્ટીએ જણાવ્યું હતું કે આ રાજીનામું આક્ષેપોનો સ્વીકાર નથી. પાર્ટી રશિયા માટે લડવા કોઈને લલચાવવામાં સંકળાયેલી નથી. જોકે, પાર્ટી આ પુરુષોને સલામતપણે પરિવારો પાસે પહોંચાડવાના ડુડુઝિલેના પ્રયાસોમાં મદદ કરશે.સાઉથ આફ્રિકન સરકારે જણાવ્યું હતું કે તેના 17 નાગરિકો નોકરીના બહાને ભાડૂતી દળો માટે લડવામાં યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં ફસાઈ ગયેલા છે. ઝૂમા-સામ્બુડ્લાની સાવકી બહેને અઆન્ય બે સહાથે ઝૂમાની સંડોવણીમાં તપાસ કરવા વિનંતી કર્યાના પગલે પોલીસ આ મુદ્દે તપાસ કરવાની છે.

