તમામ આફ્રિકન દેશો માટે ચીનના ઝીરો ટેરિફ રેજિમનો લાભ મળશે

Tuesday 19th May 2026 14:06 EDT
 

નાઈરોબીઃ ચીન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા તમામ આફ્રિકન દેશો માટે ચીનના ઝીરો ટેરિફ રેજિમનો લાભ બે વર્ષ માટે મળતો રહેશે. ચીને સૌથી ઓછાં વિકસિત 33 આફ્રિકન દેશો માટે 100 ટકા ટેરિફ લાઈન્સ માટે ડિસેમ્બર 1, 2024થી ઝીરો ટેરિફ વ્યવસ્થા લાગુ કરી હતી. હવે વધુ 20 દેશ માટે નવી વ્યવસ્થા 1 મે, 2026થી એપ્રિલ 30, 2028 સુધી અમલમાં રહેશે.

આ બે વર્ષના અમલના સમયગાળા દરમિયાન ચીન સંબંધિત આફ્રિકી દેશો સાથે સહભાગી વિકાસ માટે ચાઈના-આફ્રિકા ઈકોનોમિક પાર્ટનરશિપના કરારની વાટાઘાટો અને સહીસિક્કાને આગળ ધપાવવાની કામગીરી ચાલુ રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter