નાઈજિરિયાના 1490 નાગરિક સાઉથ આફ્રિકાથી પરત લવાયા

Tuesday 21st July 2026 10:04 EDT
 

યેનાગોઆ, નાઈજિરિયાઃ સાઉથ આફ્રિકામાં વિદેશી ઈમિગ્રન્ટ્સ પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી નાઈજિરિયાએ તેના 1490 નાગરિકોને સ્વેચ્છાએ સ્વદેશ લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આખરી ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી 305 નાગરિકને પરત લવાયા હતા.

નાઈજિરિયાના વિદેશ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાંચમી ઈવેક્યુએશન ફ્લાઈટ 305 નાગરિક અને બે સરકારી અધિકારીઓ સાથે 15 જુલાઈએ લાગોસ આવી પહોંચી હતી. નાઈજિરિયન સહિત વિદેશી નાગરિકો પર ઝેનોફોબિક હુમલાઓથી સુરક્ષાની ચિંતાના કારણે સાઉથ આફ્રિકન સત્તાવાળાઓ સાથે વાતચીત પછી ઈવેક્યુએશન કામગીરી હાથ ધરાઈ હતી. નાઈજિરિયાએ સાઉથ આફ્રિકન સુરક્ષા કર્મચારીઓ દ્વારા હુમલામાં ઓછામાં ઓછાં બે નાગરિકના મૃત્યુ સહિત તેના નાગરિકો વિરુદ્ધ હિંસાને ભારપૂર્વક વખોડી છે. સાઉથ આફ્રિકા સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો હોવાં છતાં, ઝેનોફોબિયા, વંશીય અસહિષ્ણુતા અને તેના નાગરિકો વિરુદ્ધ હિંસાને ચલાવી લેવાય નહિ તેમ નાઈજિરિયાએ સ્પષ્ટ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter