ચેન્નઈઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઇતિહાસકાર જેબીપી મોરેએ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં મૃત્યુનું રહસ્ય ઉકેલી શકે તેવી એક ગુપ્ત ફાઇલ ફ્રાન્સની સેના પાસેથી માગી છે, પરંતુ નેશનલ આર્કાઇવલના અધિકારીઓએ તાજેતરમાં તેને આ ફાઇલની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે આ ફાઈલ તો ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી બંધ છે.
ઇતિહાસકાર જેબીપીએ કહ્યું કે વર્ષોના સંશોધન પછી હું પાકું કહી શકું કે બોઝનું મૃત્યુ સાઇગોનમાં થયું હતું. વિયેતનામની બોટ કેતિનેત જેલમાં તેમનું મૃત્યુ થયું હોવાની પ્રબળ સંભાવના છે. ફ્રાન્સના સિક્રેટ સર્વિસ રેકોડર્સને આધારે મને એવું લાગે છે. ફ્રાન્સના અધિકારીઓએ ઇન્ડિયન નેશનલ એકેડેમી અને બોઝ સંબંધિત એકમાત્ર ફાઇલ આપવાની મને ના પાડી છે જેનું મને આશ્ચર્ય થયું છે. ના પાડી તેને કારણે મારો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે કે બોઝનું મૃત્યુ સપ્ટેમ્બર-૧૯૪૫માં સાઈગોનમાં જ થયું હતું. એટલે જ છેલ્લાં ૧૦૦ વર્ષથી આ ફાઇલ કન્સલ્ટેશન માટે આપવામાં નથી આવી.