પત્નીઓની સતામણી કરતા બિનનિવાસી ભારતીય પતિઓના પાસપોર્ટ રદ કરવા ભલામણ

Wednesday 20th September 2017 10:04 EDT
 
 

નવી દિલ્હીઃ પત્નીની સતામણી કરતા અથવા તો ત્યજી દેતા એનઆરઆઈ પતિઓની હવે ખરે નહીં રહે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમના પાસપોર્ટ રદ કરવા સહિતનાં વિવિધ પગલાં લેવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. એનઆરઆઈ પતિઓ દ્વારા ત્યજી દેવાયેલી પત્નીઓની ફરિયાદોને પગલે વિદેશ મંત્રાલયે મે મહિનામાં એક સમિતિતની રચના કરી હતી. સમિતિએ બારત દ્વારા અન્ય દેશો સાથે કરાતી પ્રત્યાર્પણ સંધિમાં ઘરેલું હિંસાના કેસોનો સમાવેશ કરવાની ભલામણ કરી છે. તેને કારણે ભારતમાં કેસ ચલાવવા માટે એનઆરઆઈ પતિઓનું પ્રત્યાર્પણ કરી શકાશે. મહિલાઅને બાળકલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ ભલામણોને સ્વીકારી લેશે.
ત્યજી દેવાયેલી પત્નીને ન્યાય મળી રહે તે માટે નિવૃત્ત જજ અરવિંદકુમાર ગોએલનાં નેતૃત્વ હેઠળની નવ સભ્યોની સમિતિએ પત્નીની ફરિયાદના આધારે એનઆરઆઈ પત્નો પાસપોર્ટ રદ કરવાની ભલામણ કરી છે. જેથી જો તે ભારતમાં હોય તો તે કેસના નિકાલ સુધી દેશ છોડી શકશે નહીં. જો તે વિદેશમાં હશે તો તેને દેશનિકાલ કરાવી ભારત પરત લાવી શકાશે. પેનલે ત્યજી દેવાયેલી પત્નીને અપાતી ૩,૦૦૦ ડોલરની આર્થિક સહાય વધારીને ૬,૦૦૦ ડોલર કરવાની ભલામણ કરી છે, જેતી તે વિદેશી ધરપત પર કાયદાકીય સેવાઓ મેળવી શકે.
તે ઉપરાંત સમિતિએ આ સંદર્ભમાં યોગ્ય કાયદો ન ઘડાય ત્યાં સુધી એનઆઈને લગતાં તમામ લગ્નોની નોંધણી રાજ્યોમાં ફરજિયાત કરવા ભલામણ કરી છે, તે ઉપરાંત એનઆરઆઈ પતિ પાસપોર્ટનંબર, સોશિયલ સિક્યોરિટી નંબર, રહેણાંક અને ઓફિસનાં સરનામાં વગેરે માહિતી પૂરી પાડે પછી જ લગ્નનું પ્રમાણપત્ર આપવા ભલામણ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter