પાકિસ્તાન કુલભૂષણ જાધવને અપીલનો હક આપશે

Wednesday 20th November 2019 07:26 EST
 
 

ઇસ્લામાબાદઃ આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાને સરકારે કુલભૂષણ જાધવ તરફી એક પગલું ભર્યું છે. કુલભૂષણ જાધવને અપીલનો હક આપવા માટે પાકિસ્તાન કાયદામાં સુધારો કરવાની વિચારણા કરી રહ્યો છે. જાધવ કેસને સિવિલિયન કોર્ટમાં ચલાવવા આર્મી એક્ટમાં ફેરફાર કરાશે.
એ પછી જાધવ પોતાની ધરપકડની સામે સિવિલિયન કોર્ટમાં અપીલ કરી શકશે. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ ખબરો અનુસાર જાધવને સિવિલ કોર્ટમાં અપીલની તક મળી શકે છે. તેને માટે કાયદામાં ફેરફાર કરાયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાને સરકારે આ પગલું ભર્યું છે. પાકિસ્તાનમાં લશ્કરી કોર્ટમાં ચાલતા કેસોની સિવિલ કોર્ટમાં અપીલ થઈ શકતી નથી.
કોઈ પણ વ્યક્તિ કે સંગઠનને સિવિલ કોર્ટમાં અપીલની અધિકાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ જાધવને આ છૂટ આપવા કાયદામાં સુધારની પ્રક્રિયા ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter