નવીદિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગિલગિટ અને બાલ્ટિસ્તાનને લઈને ફરી વિવાદ શરૂ થયો છે. ભારતના કાશ્મીર સાથે જોડાયેલા વિસ્તાર ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુદ્દે પાકિસ્તાને એક ઠરાવ પસાર કરીને આ વિસ્તારને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરી દીધો હતો. જ્યારે સામે પક્ષે ભારતે પણ સ્પષ્ટ કહી દીધું હતું કે આ ભારતનો જ ભાગ છે અને પાકિસ્તાનનો તેના પર કોઈ જ અધિકાર નથી. આ મામલે હવે ચીન શું વિચારી રહ્યું છે તે જાણવું પણ મહત્ત્વનું બની જાય છે. જોકે ચીને ગીલગીટ અને બાલ્ટિસ્તાન મુદ્દે કોઈ પણ પ્રકારનું નિવેદન કરવાનું ટાળ્યું છે.
પાકિસ્તાને ગીલીટ અને બાલ્ટિસ્તાનને પોતાનું પાંચમું પ્રાંત જાહેર કરી દીધું તે અંગે જ્યારે ચીનને પૂછવામાં આવ્યું તો ચીને કોઈ પણ પ્રકારનું નિવેદન કરવાનું ટાળ્યું હતું. ચીને ધારણ કરેલુ ભેદી મૌન પણ એ સ્પષ્ટ સંકેતો આપી રહ્યું છે કે તે આડકતરી રીતે ખુદ પણ પાકિસ્તાનના આ પગલાનું સમર્થન કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિંગે જણાવ્યું હતું કે કાશ્મીરની મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે અને બંને દેશોએ વાતચીત દ્વારા તેનું નિરાકરણ કરી લેવું જોઈએ. ચીન આ બાબતે બહુ જ સ્પષ્ટ છે અને પોતાનું સ્ટેન્ડ પણ નથી બદલ્યું.
ભારત અને પાકિસ્તાનનો વિવાદ વધ્યો છે બીજી રફ ચીને પાકિસ્તાનના ગાલગીટ અને બાલ્ટિસ્તાન મુદ્દે પસાર કરાયેલ ઠરાવ મુદ્દે મૌન ધારણ કરી લીધું છે. આ સથિતિ વચ્ચે ચીન અને ભારત વચ્ચે સુરક્ષા કરારોને વાતચીત મુદ્દે સહમતી બની છે. બંને દેશો સુરક્ષા મુદ્દે વાતચીત કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. આ માટે હાલ વિનોદ કે જેકોબની આગેવાનીમાં ગઠીત ભારતનું ડેલિગેશન અને ચીનના ડેલિગેશન વચ્ચે વાતચીત થઈ હતી. આ અત્યાર સુધીમાં ભારતે ૧૮ દેશોની સાથે વિશ્વના જુદા જુદા ભાગોમાં સોશીયલ એગ્રીમેન્ટ કર્યા છે અને હવે તેમાં ચીનનો પણ સમાવેશ થાય છે.