પાકિસ્તાન સરકારનાં ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ

Thursday 06th October 2022 04:34 EDT
 
 

નવી દિલ્હી: ભારત દ્વારા પાકિસ્તાન સરકાર પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક કરાઇ છે. શહબાઝ સરકારના ટ્વિટર એકાન્ટ પર ભારતમાં પ્રતિબંધ ફરમાવાયો છે. તાજેતરમાં ભારતે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડિયા (પીએફઆઇ) પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો તેના વિરોધમાં પાક. દૂતાવાસ દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પાક.નાં કેનેડા ખાતેનાં દૂતાવાસ દ્વારા આ મામલે ભારત સામે વિરોધ રજૂ કરાયો હતો અને  પીએફઆઇની તરફેણ કરવામાં આવી હતી. ભારતે આ અંગે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પછી પાક.ના ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લગાવાયો હોવાનું માનવામાં આવે છે. ભારતે અગાઉ પણ પાક. પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. તે વખતે ભારતવિરોધી કન્ટેન્ટ માટે 55 યૂટ્યૂબ ચેનલો તેમજ બે વેબસાઈટ્સ પર પ્રતિબંધ લદાયો હતો. ભારત દ્વારા જાન્યુઆરી 2022 તેમજ ડિસેમ્બર 2021માં આ પ્રકારની કાર્યવાહી કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter