ફોક્સકોનનું લક્ષ્યઃ ભારતમાં એક વર્ષમાં રોકાણ, નોકરી બમણાં કરશે

Saturday 30th September 2023 08:48 EDT
 
 

અમદાવાદઃ ટેક જાયન્ટ એપલના સૌથી મોટા કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને ભારતમાં તેના વર્કફોર્સ અને ઇન્વેસ્ટમેન્ટને આવતા વર્ષ સુધીમાં બમણું કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદક ચીન પર તેનું અવલંબન ઘટાડવા માટે કંપની ભારતમાં તેની હાજરી વિસ્તારી રહી છે. ફોક્સકોનને તેના કામદારોની સંખ્યા બમણી કરવા માટે આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સહાય પણ ઓફર કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે કંપનીને સપોર્ટ અને સુવિધા માટે પ્રતિબદ્ધ છે. ફોક્સકોન હાલમાં ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વમાં સૌથી મોટી કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર છે. જ્યારે ભારત કંપની માટે ઊભરી રહેલું બજાર છે. કંપની ભારતમાં ઝડપથી તેની મેન્યુફેક્ચરિંગ સુવિધાનું વિસ્તરણ કરી રહી છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં તે આમ કરી રહી છે. કંપની જિયોપોલિટિકલ માહોલને જોતાં ચીન પરનું અવલંબન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
કંપનીના ચેરમેન યંગ લીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં લખ્યું હતું કે તમારા નેતૃત્વમાં ફોક્સકોને ભારતમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. અમે આગામી વર્ષે વધુ સારી બર્થડે ગિફ્ટ માટે અગાઉથી પણ વધુ મહેનત કરીશું અને ભારતમાં અમારા કર્મચારીઓ, એફડીઆઈ અને બિઝનેસનું કદ બમણું કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. કંપની કોવિડ-19 પછી ભારતમાં ઝડપભેર વિસ્તરણ કરી રહી છે. તે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અન કર્ણાટકમાં તેની મેન્યૂફેક્ચરિંગ સુવિધા વિસ્તારી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter