બિલ ગેટ્સ સંપત્તિનો મોટો હિસ્સો આફ્રિકાના વિકાસ પાછળ ખર્ચશે

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

એડિસ અબાબાઃ ટેકનોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વપમાં પાંચમા ક્રમના સૌથી ધનિક 69 વર્ષીય બિલ ગેટ્સે આગામી 20 વર્ષમાં તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો આફ્રિકામાં આરોગ્ય અને શિક્ષણ સેવાઓ સુધારવા પાછળ ખર્ચવાની જાહેરાત કરી છે.

ઈથિયોપિઆની રાજધાની એડિસ અબાબા ખાતે તેમણે આફ્રિકા ખંડમાં હેલ્થકેરની સુધારણા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું નિર્માણ કેવી રીતે કરી શકાય તે વિચારવા આફ્રિકાના યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આરોગ્ય અને શિક્ષણ થકી માનવક્ષમતાઓને વિકસાવવાથી આફ્રિકાના દરેક દેશ સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકશે. ગેટ્સ ફાઉન્ડેશને જાહેર કર્યું છે કે તેની ત્રણ પ્રાથમિકતાઓમાં માતા અને બાળકોના અટકાવી શકાય તેવા મૃત્યુનો અંત લાવવો, આગામી પેઢી જીવલેણ ચેપી રોગો સહન કરવાના ભય વિના ઉછરે અને લોકો લોકો ગરીબીમાંથી બહાર આવે,નો સમાવેશ થાય છે.

ગેટ્સે ગત મહિને જાહેર કર્યું હતું કે તેમનું ફાઉન્ડેશન 2045 સુધીમાં તેની કામગીરી બંધ કરવાની યોજના ધરાવે છે ત્યાં સુધીમાં તેમની સંપત્તિ 200 બિલિયન ડોલર (150 બિલિયન પાઉન્ડ) થવાની ધારણા છે. ગેટ્સ આ સંપત્તિનો 99 ટકા હિસ્સો સખાવતી કાર્યો પાછળ વાપરશે અને મોટા ભાગનું ભંડોળ આફ્રિકાની સમસ્યાઓના નિરાકરણ લાવવામાં મદદ તરીકે ઉપયોગમાં લેવાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter