બ્રિકસ બિઝનેસ ફોરમનો સૂરઃ ડોલર પરની નિર્ભરતા લગભગ ખતમ

Thursday 17th September 2026 05:04 EDT
 
 

નવી દિલ્હીઃ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા શુક્રવારે નવી દિલ્હી પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બિઝનેસ ફોરમના મંચ પરથી અમેરિકા અને પશ્ચિમી દેશો પર નિશાન સાધતાં જણાવ્યું કે રશિયાનો બ્રિક્સ દેશો સાથેનો 90 ટકા વેપાર રાષ્ટ્રીય ચલણ (રૂપિયો-રૂબલ-યુઆન)માં શિફ્ટ થઈ ચૂક્યો છે. આનાથી યુએસ ડોલર અને પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમ પરની નિર્ભરતા લગભગ ખતમ થઈ ગઈ છે. પુતિને પશ્ચિમ ૫૨ આક્ષેપો કરતા કહ્યું કે સ્પર્ધા હવે વેપાર પ્રતિબંધ, પરિવહન માર્ગો રોકવા અને પ્રતિબંધો જેવા કદરૂપા સ્વરૂપો લઈ રહી છે. રશિયા પર 30 હજારથી વધુ પ્રતિબંધો લદાયા છે.
વિવિધ ક્ષેત્રે ભારતમાં અપાર ક્ષમતાઃ મોદી
મોદીએ બિઝનેસ ફોરમમાં કહ્યું હતું કે બ્રિક્સ પોતાની આર્થિક તાકાતને વધુ મૂડીરોકાણ અને કારોબારી સંબંધોમાં બદલે તે સમયની માગ છે. મોદીએ રોડ, રેલ, બંદર, જહાજ નિર્માણ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી, માઇનિંગ જેવા ક્ષેત્રોમાં ભારતની ક્ષમતા ગણાવતા કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા, ઇનોવેટ વિથ ઇન્ડિયા, સ્કેલ ફોર ધ વર્લ્ડ’.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter