દિલ્હીમાં બ્રિક્સ નેતાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો યોજાયો. આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બ્રિક્સને ‘ડેડ’ (મૃતપ્રાય) ગણાવતા નિવેદનનો સણસણતો જવાબ પણ મળી ગયો છે. બ્રિક્સે સામૂહિક બજાર, સુરક્ષિત સપ્લાય ચેઇન, ડિજિટલ સહયોગ, ગ્લોબલ સાઉથના એજન્ડાને આગળ ધપાવ્યો છે.
• સૌથી મોટી ઉપલબ્ધિઃ માત્ર રાજકીય મંચ બની રહેવાને બદલે આર્થિક સહયોગ વધારવાની દિશા સ્પષ્ટ કરી. લક્ષ્ય એ છે કે સભ્ય દેશોની તાકાતને જોડીને વેપાર, રોકાણ, ટેકનોલોજી અને ઉદ્યોગોની નવી. તકો ઊભી કરવી.
• સામૂહિક બજારઃ ચીને એક મોટા સંકલિત બજાર અને વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) ની ભાગીદારીનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે નિયમો, રોકાણ અને ઉદ્યોગોના તાલમેલ પર કામ થશે.
• પેમેન્ટ નેટવર્કઃ રશિયાએ બ્રિક્સ પેમેન્ટ, ડિપોઝિટરી અને ક્લિયરિંગ માળખાનો પ્રસ્તાવ મૂક્યો છે. સભ્યોને ડોલર પર નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય ચલણમાં વેપાર વધારવાનો વિકલ્પ મળી શકે.
• કૃષિક્ષેત્રઃ ડિજિટલ કૃષિ નેટવર્ક દ્વારા એઆઈ, સેટેલાઈટ આધારિત માહિતી અને ડિજિટલ સેવાઓ ખેડૂતો સુધી પહોંચશે. એમએસએમઈ પોર્ટલ નાના વેપારીઓને જ્ઞાન, નાણાં અને નવા બજારો સાથે જોડવાનું માધ્યમ બની શકે છે.
• ભારતને શું મળ્યું છે?ઃ 11 સભ્ય અને 10 ભાગીદાર દેશના બજારમાં વેપાર અને રોકાણની નવી તકો શક્ય. ભારતીય સ્ટાર્ટઅપ, ફિનટેક, દવા, ઉર્જા અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓને નવા ભાગીદારો મળશે.


