ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

(કેનેડા કોર્નર)

Saturday 18th July 2026 06:00 EDT
 
 

ઓટાવાઃ ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાંચ દિવસ સુધી ચાલેલી આ વાટાઘાટોમાં માલસામાનનો વેપાર, સેવા ક્ષેત્ર, બૌદ્ધિક સંપદા અધિકારો, રૂલ્સ ઓફ ઓરિજિન, સેનિટરી અને ફાઇટોસેનિટરી (SPS) ધોરણો તેમજ ટેકનિકલ વેપાર અવરોધો સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ભારતના વાણિજ્ય વિભાગે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે હતું કે ભારત અને કેનેડા વચ્ચે 6થી 10 જુલાઈ દરમિયાન ઓટાવામાં સીઇપીએ અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક પ્રગતિ થઈ છે, જે બંને દેશોની 2026માં કરાર પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ વાટાઘાટો બંને દેશો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ભારત અને કેનેડાએ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 50 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter