ભારત-ચીન સંબંધમાં ઉષ્માનો સંચાર

જિનપિંગના ભારત પ્રવાસ માટે તખતો તૈયાર થઇ રહ્યાો છે

Wednesday 26th August 2026 04:44 EDT
 
 

નવી દિલ્હી, બેઇજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષના લાંબા અરસા બાદ પહેલીવાર ભારતની મુલાકાતે આવી શકે છે. વિશાળ ડિલિગેશન સાથે ભારત આવી રહેલા જિનપિંગ ભારતના યજમાનપદે યોજાઇ રહેલી બ્રિક્સ (BRICS) સમિટમાં હાજરી આપશે.
એક અહેવાલમાં ત્રણ સ્ત્રોતોને ટાંકીને દાવો કરાયો છે કે આવતા મહિને યોજાનારી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે અને ભારત તથા ચીન વચ્ચેના સંબંધો સુધરવાનો એક સંકેત છે. ભારતમાં 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિક્સ સમિટનું આયોજન થવાનું છે, જેમાં ભાગ લેવા શી જિનપિંગ આવશે. તેમની હાજરી એટલી મહત્વપૂર્ણ હશે કે બ્રિક્સ સમિટ કરતાં પણ તેની ચર્ચા વધુ રહેવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં કેટલીક મંત્રણાઓ થઈ છે.
ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત દોવાલ હાલ બે દિવસના પ્રવાસે ચીન પહોંચ્યા છે. ચીન પ્રવાસ દરમિયાન તેઓ ચીનના એનએસએ ઉપરાંત વિદેશપ્રધાન વાંગ યી સાથે મંત્રણા કરવાના છે તે મહત્ત્વપૂર્ણ છે.
(વિશેષ અહેવાલ • પાન-16)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter