ભારત દ્વારા કેન્યાને ઈબોલા રોગચાળા માટે 11 ટન તબીબી સહાય અપાઈ

Wednesday 28th October 2026 09:19 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાએ કેન્યાના ઈબોલા સામે પ્રતિભાવ અને જાહેર આરોગ્યમાં તૈયારી માટે નાઈરોબીમાં કેન્યા મેડિકલ સપ્લાઈઝ ઓથોરિટીના વડા મથકે કેન્યાના પબ્લિક હેલ્થના પ્રિન્સિપાલ સેક્રેટરી મેરી મુથોનીને 11 ટન મેડિકલ સપ્લાઈઝ અને સ્પેશિલાઈઝ્ડ ઈક્વિટમેન્ટ્સની સહાયને હસ્તાંતર કરી હતી.

તબીબી સહાયમાં 30,000 N95માસ્ક, 7,000થી વધુ ઈમ્પરમીએબલ પ્રોટેક્ટિવ ગાઉન્સ, હેવી ડ્યૂટી નાઈટ્રાઈલ ગ્લોવ્ઝના 10,000 યુનિટ્સ, 60 પાવર્ડ એર પ્યુરિફાઈંગ રેસ્પિરેટર્સ, 6 ક્લાસ II/IIIબાયોસેફ્ટી કેબિનેટ્સ અને 4 કોલ્ડ ચેઈન રેફ્રિજરેટર્સનો સમાવેશ થાય છે. આ પુરવઠા અને સાધનોથી ચેપ અટકાવ અને નિયંત્રણ, લેબોરેટરી બાયોસેફ્ટી અને કોલ્ડ ચેઈન ક્ષમતાને મજબૂતી મળશે તેમજ ફ્રન્ટલાઈન હેલ્થકેર કર્મચારીઓની સુરક્ષાને વધારશે. ભારતે અગાઉ જુલાઈમાં પણ કેન્યાને ઈબોલા સામે લડવાની તૈયારી રૂપે આશરે 5 ટન આવશ્યક મેડિકલ સપ્લાઈઝનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. ભારતે મે 2026માં આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (Africa CDC)ને ઈબોલા વાઈરસ ડિસીઝ સામે લડવા પ્રાદેશિક તૈયારી અને રિસ્પોન્સ પ્રયાસો માટે 45 ટનથી વધુ મેડિકલ સપ્લાઈઝ પૂરી પાડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter