ભારત-યુએઇ વચ્ચે સમુદ્વમાં ગેસ પાઇપલાઇન પાથરવાની તૈયારી

Sunday 11th October 2026 09:22 EDT
 
 

નવી દિલ્હીઃ હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી વચ્ચે ભારત હવે ઊર્જા પુરવઠો સુરક્ષિત કરવા માટે એક નવી વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. આ વ્યૂહરચના હેઠળ યુએઈ સુધી તેલ અને ગેસ પાઇપલાઈન નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં યુએઈના વિદેશ વેપાર મંત્રી થાની બિન અહેમદ અલ જયુદી સાથે મુલાકાત બાદ આ વાતની પુષ્ટિ કરી હતી. ગોયલે કહ્યું કે, કેન્દ્ર સરકારે હવે ઓમાન અને યુએઈથી ભારત સુધી સીધી સમુદ્રના નીચે પાઈપલાઈન પ્રોજેક્ટને તેની ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ કરી છે.
મિડલ ઇસ્ટ ટુ ઇન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન (MEIDP) પ્રોજેક્ટ હેઠળ, આ પાઇપલાઇન ઓમાન અને યુએઈના દરિયાકાંઠાથી નીકળશે, અરબી સમુદ્રની નીચેથી પસાર થશે અને ભારતના ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચશે.
શરૂઆતમાં, યોજના ફક્ત ગેસ પાઇપલાઇન માટે હતી, પરંતુ હવે દરિયાઈ માર્ગે ક્રૂડ ઓઇલ લાવવાની શક્યતા પર ટેકનિકલ અભ્યાસ શરૂ થઈ ગયો છે. આમાં ઊંડા સમુદ્રમાં પાઈપલાઈન પાથરવાની ટેકનોલોજી, ખર્ચ અને સલામતી સહિત અન્ય પાસાઓની તપાસ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter