• ચીનની તુલનાએ ભારત પર અડધો ટેરિફઃ 18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના પગલે સર્જાનારી તકો ભારતને વૈશ્વિક સપ્લાય ચેનમાં ચીનનો વિકલ્પ બનવાની દોડમાં આગળ લાવી શકે છે.
• રોકાણકારો માટે ભરોસાનો મોટો સંકેતઃ કન્ફેડરેશન ઓફ ઇંડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ના પ્રેસિડન્ટ રાજીવ મેમાણી કહે છે કે ભારત-અમેરિકા વચ્ચે જે વચગાળાની ટ્રેડ ડીલ કરાઇ છે. તે એક વ્યાપક મુક્ત વેપાર કરારની દિશામાં યોગ્ય સમય પર એક મોટું પગલું છે. આ ફ્રેમવર્ક બન્ને દેશો વચ્ચે વધતા વિશ્વાસ, નીતિગત તાલમેલ અને નિયમ આધારિત વેપાર પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે વિદેશી રોકાણકારો માટે ભરોસાનો મજબૂત સંકેત છે.
• ઉચ્ચ ગુણવત્તાનું મેન્યુફેક્ચરિંગ વધશેઃ જેકે પેપરના ચેરમેન તથા એમડી અને જેકે ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર હર્ષ સિંઘાનિયાએ કહ્યું કે, આ ડીલ ટેક્નોલોજીમાં દ્વિપક્ષીય સહકારને આગળ ધપાવે છે, ઉચ્ચ ગુણવત્તા વાળા નિર્માણને મજબૂત કરે છે. આ ટ્રેડ ડીલ ટકાઉ ઔદ્યોગિક વિકાસનું સમર્થન કરે છે. તેનાથી ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ સાથે વધુ આત્મવિશ્વાસ સાથે જોડાવાનો નવો રસ્તો મળશે.
• નિયમ સરળ થશે ને નવા અવસર મળશેઃ ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અનંત ગોયેન્કાનું કહેવું છે કે વિશ્વના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોની વચ્ચે આર્થિક તાલમેલને આગળ વધારવાની દિશામાં આ નિર્ણાયક પગલું છે. આ વ્યૂહાત્મક ભાગીદારી ટેરિફને ઘટાડવા, નિયમનકારી અડચણો દૂર કરવા તેમજ વિભિન્ન ક્ષેત્રોમાં નવા અવસરો પ્રાપ્ત કરવા તૈયારી કરાઈ છે. ભારત ડિસઇન્વેસ્ટમેન્ટ કેન્દ્રના રૂપમાં સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.
આર્થિક નિષ્ણાતોના મતે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલના માળખાને લઈને જારી સંયુક્ત નિવેદનની ભાષા ભલે સંપૂર્ણ સ્પષ્ટ ન હોય, પરંતુ દિશાની દૃષ્ટિએ આ સકારાત્મક પગલું છે. સેક્શન 232 હેઠળ પ્રેફ્રન્શિયલ ટેરિફના દર અને ક્વોટાનો ઉલ્લેખ ભારતીય ઓટો પાર્ટ્સ નિર્માતાઓ માટે ઉત્સાહજનક


