ભારતવંશી ઈશાન પટેલે જુનિયર ગોલ્ફમાં ઈતિહાસ સર્જ્યો

Wednesday 14th October 2026 08:02 EDT
 
 

નાઈરોબીઃ NCBA U.S. કિડ્ઝ નાઈરોબી ફોલ લોકલ ટુરમાં થિકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જુનિયર ગોલ્ફ ટુર્નામેન્ટમાં 12 વર્ષીય ભારતવંશી ઈશાન પટેલે ફર્સ્ટ પાર-ફોર હોલ-ઈન-વન રેકોર્ડ કરીને ઈતિહાસ સર્જ્યો હતો. જુનિયર ગોલ્ફ ટુર્નામેન્ટમાં આ પ્રથમ આલ્બાટ્રોસ- albatross છે.

તેણે બોઈઝ 12 કેટેઝરીમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતું અને ટાઈટલના પ્લેઓફમાં રનર-અપ રહ્યો હતો. ઈશાન પટેલ અને જેરોમ એન્જુગુના, બંનેએ કુલ 85 પોઈન્ટ હાંસલ કર્યા હતા. જોકે, પ્રથમ વિજેતાનું સ્થાન જેરોમ એન્જુગુનાએ પ્રાપ્ત કર્યું હતું. થિકા ઈવેન્ટમાં વિવિધ વયજૂથમાં 140થી વધુ જુનિયર ગોલ્ફર્સે ભાગ લીધો હતો. ટુર ચેમ્પિયનશિપ વેટલેબ સ્પોર્ટ્સ ક્લબ ખાતે 25 ઓક્ટોબરે યોજાનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter