ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

Wednesday 23rd September 2026 07:49 EDT
 
 

નાઈરોબીઃ ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઈવેન્ટમાં કેન્યા સ્કૂલ ઓફ ગવર્મેન્ટના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર નુરા મોહમ્મદ, ડિફેન્સ ફોર્સીસના આસિસ્ટન્ટ વડા મેજર જનરલ પીટર લિમો, અન્ય ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમજ કેન્યામાં ITECના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ITECના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભારતમાં તાલીમના અનુભવો તેમજ તેમના વ્યાવસાયિક કાર્યોમાં પ્રોગ્રામ્સની અસરો વિશે જણાવ્યું હતું. ઈવેન્ટની સાંજે ભારત અને કેન્યા વચ્ચે મિત્રતા અને જ્ઞાનની વહેંચણીના ટકાઉ બંધનને ઉજવતા ઉત્સાહપૂર્ણ ભારતીય અને કેન્યાના સાંસ્કૃતિક પરફોર્મન્સીસ પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.

કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર તેમજ અને UNEP અને UN-HABITAT માટે કાયમી પ્રતિનિધિ ડો. આદર્શ સ્વાઈકાએ જણાવ્યું હતું કે ગત એક દસકા દરમિયાન 3000થી વધુ કેન્યન નાગરિકોને ITEC પ્રોગ્રામથી લાભ થયો છે. દર વર્ષે આશરે 400 કેન્યન નાગરિકોને ટ્રેનિંગ સ્લોટ્સ ઓફર કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter