ભારતીયો કરતાં પાકિસ્તાનીઓ વધુ હેપ્પી

Friday 16th March 2018 07:58 EDT
 
 

રોમઃ અગાઉના અહેવાલ પ્રમાણે ભારતીયોમાં હેપ્પીનેસ ઓછી અંકાઈ હતી. ખુશહાલ દેશોની યાદીમાં ભારત દેશ પાછળ તો હતો જ પણ હવે તો વધુ પાછળ ગયો છે. વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ જારી થયો છે તેમાં ખુશીના મામલે પાકિસ્તાન ભારતથી આગળ છે. ભારતનો ક્રમ આ અગાઉ આ મામલે ૧૨૨મો હતો. હવે આપણે ખુશીના મામલે ૧૧ અંક નીચે ઉતરીને ૧૩૩મા સ્થાને પહોંચી ગયો છે. યુનાઇટેડ નેશન તરફથી ૧૫૬ ખુશહાલ દેશોની યાદી જારી કરવામાં આવી છે અને તેમાં આપણો પડોશી દેશ પાકિસ્તાન અને ગરીબ દેશ નેપાળ ભારતથી આગળ છે. પાકિસ્તાન આ યાદીમાં ૭૫મા, ભૂટાન ૯૭, નેપાળ ૧૦૧ અને બાંગ્લાદેશ ૧૧૫મા સ્થાને છે. અમેરિકા આ યાદીમાં પાછળ છે, કેમ કે ત્યાં આરોગ્ય સમસ્યા, સ્થૂળતા, ડિપ્રેશન ઝડપથી વધી રહ્યા છે અને લોકોની ખુશીઓ છીનવાઈ રહી છે. આ રિપોર્ટમાં સૌથી વધુ ખુશ દેશ ફિનલેન્ડ હોવાનું જણાવાયું છે તો બીજી તરફ કપરી સ્થિતિઓનો સામનો કરી રહેલા બુરુંડીમાં લોકો સૌથી વધુ નાખુશ છે. જ્યારે ભારત પોતાના પડોશી દેશો ચીન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હિંસાગ્રસ્ત મ્યાનમાર કરતાં પાછળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter