નવી દિલ્હી: ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર તણાવ ઝડપથી વધી રહ્યો છે. ભારત હવે અમેરિકાથી આયાત થતા કેટલાક માલસામાન પર રિટેલિટરી ટેરિફ (પ્રતિશોધાત્મક ટેરિફ) નાખવાની તૈયારીમાં છે. અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત તમામ માલસામાન પર ઈમ્પોર્ટ ડયુટીમાં જંગી વધારાના જવાબમાં આ પગલું લેવાઇ રહ્યું છે. અહેવાલો મુજબ ભારત અમેરિકાથી આયાત થતા કેટલાક માલસામાન પર ટેરિફ વધારી શકે છે, જેમાં સંભવતઃ બદામ, સફરજન, અખરોટ, મસૂર, કેમિકલ્સ, પેપર અને મોટરસાઇકલ સામેલ હોઇ શકે છે. ભારતે 2018માં પણ આવા પગલાં ભર્યા હતા. આ કાર્યવાહી WTOના નિયમો અનુસાર થશે અને અમેરિકા દ્વારા ભારતીય સ્ટીલ-એલ્યુમિનિયમ પર નાખવામાં આવેલા ટેરિફથી થતા 1.91 બિલિયન ડોલરના નુકસાન બરાબર હશે.
ભારતમાંથી જંગી કમાણી
પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાતને પગલે બંને દેશોના વ્યાપારી સંબંધોમાં તણાવ વધ્યો છે. ટ્રમ્પે ભારતને ડેડ ઈકોનોમી ગણાવ્યું હતું પરંતુ જો ભારત આ ટેરિફના જવાબમાં વળતો પ્રહાર કરે તો અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. ભારતમાં સેંકડો અમેરિકન કંપનીઓ કાર્યરત છે.
આમાંની ઘણી કંપનીઓ ભારતમાંથી જંગી કમાણી કરીને અમેરિકન અર્થતંત્રને સમૃદ્ધ બનાવે છે. ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાતને પગલે બંને દેશોના વ્યાપારી સંબંધોમાં તણાવ વધ્યો છે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ અને ડેડ ઇકોનોમી ગણાવ્યું હતું પરંતુ જો ભારત આ ટેરિફના જવાબમાં વળતો પ્રહાર કરે તો અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
ભારત સાથેના વ્યાપારી સંબંધોનું મહત્ત્વ
ભારતમાં સેંકડો અમેરિકન કંપનીઓ કાર્યરત છે, જેમાંથી ઘણી મોટી કંપનીઓનો નફો અમેરિકાના અર્થતંત્રને મજબૂત બનાવે છે. ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2024-25માં 131.84 બિલિયન ડોલરનો હતો, જેમાં ભારત અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ત્યારે ભારતે 86.51 બિલિયન ડોલરની નિકાસ કરી, જ્યારે 45.33 બિલિયન ડોલરની આયાત કરી છે. ભારત મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, રત્ન-આભૂષણ અને ટેકનોલોજીની નિકાસ કરે છે, જ્યારે અમેરિકાથી ક્રૂડ ઓઈલ, કોલસો અને વિમાનના પાર્ટ્સની આયાત કરે છે. આ સેક્ટર અને આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત સાથેના વ્યાપારી સંબંધો અમેરિકા માટે કેટલા મહત્વના છે.
જો ભારત વળતો જવાબ આપવાનું નક્કી કરે તો તે અમેરિકાની 30 મોટી કંપનીઓ પર અસર કરી શકે છે. જેનો ભારતમાં મોટો કારોબાર છે. આમાં ટેકનોલોજી, ઈ-કોમર્સ, એફએમસીજી, ફાસ્ટ ફૂડ અને લાઈફસ્ટાઈલ જેવા વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતમાં એમેઝોન, એપલ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી અમેરિકી કંપનીઓનો ખૂબ મોટો કારોબાર છે. એમેઝોન ભારતના 97 ટકા પિનકોડ સુધી પહોંચે છે, જ્યારે એપલના આઈફોન ભારતીય યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ ભારતના ટેક ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે.